કમ્પ્યૂટર
આજના આધુનિક સમયમાં કે જે માહિતીના વિસ્ફોટનનો યુગ ગણાય છે. આ મસયમાં કમ્પ્યૂટર એ પ્રત્યેક ક્ષેત્ર માટે ઉપયોગી સાબિત થયું છે. એમાંય ઈન્ટરનેટના આગમન બાદ તો કમ્પ્યૂટર વિશ્વ પર છવાઈ ગયું છે. લોકો એ પોતાના ક્ષેત્રની કે અન્ય તત્કાલિન વિગતો જાણવા માટે તેના સંપર્કમાં રહેવુ એ આવશ્યક બની ગયું છે.
કમ્પ્યૂટર એ એક એવું યંત્ર છે જે કોઈ નિવેશ(ઈનપૂટ)નો સ્વીકાર કરે છે, તેની પર પ્રક્રિયા કરે છે તથા કોઈક નિર્ગમનું (આઉટપુટનું)નિર્માણ કરે છે.
કમ્પ્યૂટરના ભાગો
કમ્પ્યૂટરના ભાગોને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. (૧)હાર્ડવેર તથા (૨)સોફ્ટવેર
(૧) હાર્ડવેર
હાર્ડવેર એ કમ્પ્યૂટરના એવા કમ્પ્યૂટરના ભૌતિક ભાગો કે જેને જોઈ અને સ્પર્શી શકાય છે. દા.ત. મોનિટર, કી-બોર્ડ, સી.પી.યુ., માઉસ વગેરે (૨) સોફ્ટવેર
સોફ્ટવેરમાં કમ્પ્યૂટર ચલાવવા માટે ઉપયોગી એવા સિસ્ટમ સોફ્ટવેર તેમજ એપ્લિકેશન સોફ્ટવેરનો સમાવેશ થાય જેને સ્પર્શી શકાતું નથી.
આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.
|